Archive | September 2020

અર્જુનનો વિષાદ યોગ,

આપણા અતિ પ્રાચીન મહાકાવ્યમહાભારતમાં  કુરુક્ષેત્રના ધર્મયુદ્ધનો દિવસ ઉગ્યોકૌરવસેના અને પાંડવસેના યુદ્ધ માટે તૈયાર હતી.શ્રી કૃષ્ણ જેમણે પાંડવસેનાના સેનાપતિ અર્જુનનો રથ હાંકવાની જવાબદારી સ્વીકારી હતીતેમને અર્જુને પોતાનો રથ યુદ્ધભૂમિની વચમાં લઇ જવાની વિનંતિ કરીયુદ્ધભૂમિમા કૌરવસેના પર નજર પડતા,અર્જુને કૌરવોના સેનાપતિ દાદા ભીષ્મગુરુ દ્રોણાચાર્યગુરુબંધુ અશ્વત્થામાપિતરાઈ ભાઇઓે દુર્યોધન વગેરેને જોયાબધા સ્વજનોને જોતા  અર્જુનનો યુદ્ધ કરવાનો વિચાર ડગમગી ગયો.અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું , ” બધા સ્વજનોનો સંહાર કરીને મેળવેલા રાજ્યમાં શું અમે સુખશાંતિ અને આનંદથી રહી શકીશું” ? અર્જુન મૂંઝવણભરી અને વિષાદગ્રસ્ત અવસ્થામાં મુકામ ગયો અને હથિયારો હેઠા મૂકી દીધા

શ્રી કૃષ્ણે અર્જુનને સમજાવ્યું, ” અણીના સમયે શસ્ત્રો હેઠા મૂકવા  કાયરતાની નિશાની છે.કાયરતા દર્શાવવાથી તમારી અને તમારી ભાવિ પેઢીઓની માનહાનિ થશે“. શ્રી કૃષ્ણે અર્જુનને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યોસ્વજનોના લોહીના રંગે પોતાના હાથ રંગાઈ જશે  વિચારમાત્રથી શ્રી કૃષ્ણનાં વચનો પણ અર્જુનને પ્રોત્સાહિત કરી શક્યા નહિ

તે ક્ષણે શ્રી કૃષ્ણે અર્જુનને જીવન મૃત્યુના તત્ત્વજ્ઞાન વિષે વિસ્તારથી સમજાવ્યુંજે ” ભગવદ્ગીતા ” નામથી પ્રસિદ્ધ થઇઆત્માનું અમરત્વધર્મનું આચરણકર્મનો સિદ્ધાંત વગેરે વિષયોનું વિવરણ કર્યુંધર્મના આચરણમાં વિઘ્ન નીવડતી દયાકરુણામાંથી બહાર નીકળી યુદ્ધમાં પ્રવૃત થવું   ધર્મ છે કહી અર્જુનને વિષાદમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો.

અર્જુન હજુ પણ વિષાદમુક્ત  થઇ શકયો.શ્રી કૃષ્ણ સમજાવે છે, ” જે જન્મ લે છે અને મૃત્યુ પામે છે તે શરીર છેશરીર કાયમી નથીપળેપળે બદલાય છેબાળપણયુવાવસ્થાવૃદ્ધાવસ્થામૃતાવસ્થાજર્જરિત શરીરને છોડી દે છે તે આત્મા છેઆત્મા અમર છેમરતો નથી , તે હતોછે અને રહેશેમાણસો જેમ જુના વસ્ત્રો બદલી નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા પણ જર્જરિત કાયા છોડી નવું શરીર ધારણ કરે છે.આત્મા માટે જન્મ મૃત્યુ નથીઆત્મા અમર છે.

જીવનમાં સુખદું: આનંદ શોક આવે છે અને જાય છેકાયમી નથીબધાનો સામનો કરવો પડે છેએમાથી છૂટી શકાતુ નથીશરીર બધા ભોગો ભોગવે છે,આત્મા દુન્યવી પરિબળોથી અલિપ્ત છે.જ્ઞાની માણસો મૃત્યુના ભ્રમમાં રહેતા નથી.

બોધયુદ્ધભૂમિ એટલે શસ્ત્રોથી લડવાની રણભૂમિ  નહિ . સંસારમાં માણસોના મગજમાં નિરંતર હકારાત્મક અને નકારાત્મક વિચારોનું યુદ્ધ ચાલુ હોય છે.આપણી મહત્વકાંક્ષાઓ અને ઇચ્છાઓ,ફરજોઋણ સ્વ પ્રત્યે,કુટુંબ પ્રત્યે અને સમાજ પ્રત્યેએની સામે બાહ્ય દુનિયાના પ્રલોભનોનકારાત્મક વિચારો વગેરેનુ યુદ્ધ ચાલ્યા કરે છે.ઘણી વાર આપણી સામે ઊભા થતા અગણિત પ્રશ્ર્નોથી મૂંઝાઉં જઇએ છેનિર્ણયાત્મક  ઘડી આવે ત્યારે મગજમાં પોતાની ઇચ્છાઓસ્વજનો પ્રત્યેની ફરજો,આપણા વ્યવહારથી ઉત્પન્ન થતી પિરિસ્થિતિ અથવા બીજા લોકોની પ્રતિક્રિયા વગેરે દ્વારા મનમા મૂંઝવણ થાય છે અને મગજને લકવો લાગી ગયો હોય તેમ કામ કરવાનું બંધ કરી દે છેતે સમયે એક જ્ઞાની ગુરુની જરુર પડે છે જે સત્ય અને ભ્રમ વચ્ચેનો ભેદ સમજાવી શકે અને યોગ્ય  માર્ગદર્શન પુરુ પાડી શકે.

મોહ અને અહંકાર આપણી લાગણીઓ પર કબજો જમાવી લે છેસૂર્ય પ્રકાશને જેમ વાદળ ઢાંકી દે છે તેમ આપણી બુદ્ધિને મોહ અને અહંકાર ઢાંકી દે છે અને સત્ય વિચારવાની શક્તિ નાશ પામે છે.લોકોને એમની ઉપરછલ્લી  વર્તણૂક દ્વારા મિત્ર કે દુશ્મન બનાવીએ છેઆપણી અપેક્ષાઓ અને વિચારશ્રેણી આપણું વ્યક્તિત્વ ઘડે છેપરિસ્થિતિ અપેક્ષાઓ પ્રમાણે   થતા  દુ: અનુભવીએ છે.આપણા મંતવ્યો ,આશાઓ   સત્ય છે એવા ભ્રમમાં રહીને બીજાની દ્રષ્ટિથી જોવાનું ભૂલી જઇએ છે. ભ્રમણામાથી બહાર નીકળવા શ્રી શંકરાચાર્યસર્વમા એક અને તે  ભગવાન છે,એવી દ્રષ્ટિ કેળવવાની સમજ આપે છે.

રાજઋષિ જનક,

 

રાજા જનક એક જ્ઞાની અને પ્રજાવત્સલ રાજા હતા. એમને રાજપાટ, વૈભવ, મહેલ વગેરે નગણ્ય હતું. રાજા દુન્યવી મોહ, માયા, મદ
મત્સર્ય વગેરેથી પર હતા.
એક દિવસ એમણે એમના ગુરુ શ્રી અષ્ટાવક્રને પ્રણામ કરી , ગુરુજીના આશ્રમમાં ગુરુજી સાથે રહેવાની પરવાનગી માંગી. ગુરુજીએ
રાજાને સમજાવ્યું ,રાજાએ પરમ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, હવે રાજાને પોતાનો ગમો, અણગમો ન હોવો જોઇએ. તમારી પ્રજાને તમા
રા જેવા જ્ઞાની અને પ્રજાવત્સલ રાજાની જરુર છે. એક રાજાનું કર્મ પ્રજાને સુખી કરવાનું છે. માણસે હમેશાં પોતાની જવાબદારી અ
ને કર્મ નિભાવવું જોઇએ. ગુરુજીની આજ્ઞા મુજબ રાજા જનક રાજ્યમાં જ રહ્યા અને પ્રજાના કલ્યાણર્થે કામ કરતા રહ્યા. ભારતમાં
એવા ઘણા રાજાઓ થઇ ગયા જેમણે સ્વેચ્છાથી રાજપાટ છોડી દીધા અને ભિક્ષા ગ્રહણ કરી મુક્તિ માર્ગ પ્રાપ્ત કર્યો. દાખલા તરીકે
ગૌતમ બુદ્ધ, મહાવીર,બાહુબ વગેરે પરંતુ પરમ જ્ઞાની રાજા, રાજા જનક જ થઇ ગયા.
રાજા જનક રહ્યા તો રાજ્યમાં જ, પણ જ્યારે રાજકાજમાંથી સમય મળે ત્યારે ગુરુ અષ્ટાવક્ર પાસે એમના આશ્રમમાં પહોંચી જતા.
આશ્રમમા ગુરુજીના બીજા શિષ્યો જ્ઞાન પ્રાપ્ત કરવા સાધુવેષે રહેતા હતા.રાજા જનક અને ગુરુ અષ્ટાવક્ર વચ્ચે એવો માનસિક સંવાદ
હતો કે જ્યારે બંને મળતા ત્યારે આનંદિત થઇ ઊઠતા અને લાંબો સમય જ્ઞાનચર્ચા કરવામાં વિતાવી દેતા. ધીરે ધીરે શિષ્યોમાં રાજા જ
નક પ્રત્યે રોષ જાગ્યો. શિષ્યો એમ સમજ્યા, ગુરુજીને રાજા પાસેથી કંઈક મેળવવાની અપેક્ષા છે એટલે ગુરુજી રાજાને વધુ સન્માન
આપે છે.રાજા જનક, વૈભવ અને મહેલમાં રહે છે, કિંમતી વસ્ત્રો અને આભૂષણો પહેરે છે,શિશ ઊંચું રાખી અભિમાનથી ચાલે છે, ઘ
ણી રાણીઓ રાખે છે અને ઘણા બાળકોના પિતા છે,એમનામા આધ્યાત્મિકતા જેવુ શું છે,કે ગુરુજી એમને આટલું માન આપે છે? શિ
ષ્યો દુન્યવી સંબંધો છોડી સાધુ જીવન સ્વીકારી આશ્રમમાં જ્ઞાન પ્રાપ્ત કરવા રહ્યા છે પરંતુ રાજા જનકના આગમન સાથે જ ગુરુજી
શિષ્યોની અવગણના કરે છે.
ગુરુજીને જાણ થઇ, એમના શિષ્યોમાં રાજા જનક પ્રત્યે રોષ વધતો જાય છે. ગુરુજીએ શિષ્યોને રાજા જનકની સાચી ઓળખ દર્શાવ
વા એક યોજના અમલમા મૂકી.
એક દિવસ ગુરુજી શિષ્યોને પ્રવચન આપી રહ્યા હતા, રાજા જનક પણ ત્યાં હાજર હતા. પ્રવચન ચાલુ હતું ત્યાં એક સૈનિક ઉતાવળો
અને ગભરાયેલો ત્યાં ધસી આવ્યો. રાજાને પ્રણામ કરી સંદેશો આપ્યો,
" મહેલમાં આગ લાગી છે અને રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ ગઇ છે". રાજા જનક ક્રોધિત થઇ બોલ્યા,
" સત્સંગમાં વિઘ્ન પાડવાની તારી હિંમત જ કેમ ચાલી? તે ગુરુજીને પ્રણામ  પણ ન કર્યા, અહિથી ચાલી જા ". સૈનિક રાજાની આ
જ્ઞા સાંભળીને ચાલી ગયો અને ગુરુજીએ પ્રવચન ચાલુ કર્યું.
થોડા દિવસો બાદ ગુરુજી શિષ્યોને આધ્યાત્મિક વિષય પર સમજણ આપી રહ્ય હતા. એકાએક આશ્રમના એક મદદનીશે આવીને સ
માચાર આપ્યા,
"આશ્રમમાં વાંદરાઓ ઘૂસી આવ્યા છે અને સાધુઓના કપડાં, સુકાતા હતા તે ઉપાડી ગયા છે". બધા શિષ્યો સત્સંગ છોડી કપડા બ
ચાવવા દોડી ગયા. શિષ્યોને તપાસ કરતા ખબર પડી કે કપડા વ્યવસ્થિત સુકાતા હતા અને કોઇ વાંદરાઓ ન હતા. શિષ્યો સમજી ગ
યા અને નતમસ્તકે પ્રવચન કક્ષમાં પાછા ફર્યા.
ગુરુજીએ શિષ્યોને સમજાવ્યું, રાજા જનકના મહેલમાં આગ લાગી અને રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ, પરંતુ એમની જ્ઞાન પિપાસાએ સ
ત્સંગમાં સૈનિકે નાખેલુ વિઘ્ન સહન થઇ શક્યુ નહિ.તમારી પાસે કોઇ માલમિલકત વગેરે નથી પણ વાંદરાઓ તમારા સામાન્ય કપડા
ઉપાડી ગયા તે સાંભળી તમે સત્સંગ છોડી કપડા બચાવવા દોડી ગયા.કોણ સાચો ત્યાગી? રાજા જનક કે તમે? તમને દુન્યવી વસ્તુઓ
નો મોહ વધારે છે જ્યારે રાજાને વૈભવ કરતા સત્સંગનું મહત્વ વધારે છે.
બોધ: માણસના બાહ્ય દેખાવ પરથી મૂલ્ય ન આંકો. બાહ્ય દેખાવ માણસની સામાજિક પરિસ્થિતિ અને જવાબદારી પ્રમાણે બદલા
ય છે. દરેક માણસના ચાર રુપ હોય છે. એક ઉપરછલ્લું રુપ, એક જરુરિયાત પ્રમાણેનુ, એક સામાજિક અને એક આધ્યાત્મિક રુપ.
માણસની આંતરિક જાગરુકતા કેટલી છે તે મહત્વનું છે.

વર્તુળમાં પરિઘ અને કેન્દર્બિંદુ હોય છે.ઘણા લોકો પરિઘ એટલે ઉપરછલ્લા જગતમાં જ અટવાયેલા રહે છે અને જે જરુરી છે, અગત્
યનું છે તે ચૂકી જાય છે.અગત્યનો છે તે આત્મા છે જે અમર છે અને સૃષ્ટિમા બધે જ વ્યાપ્ત છે. એકવાર સર્વમા રહેલો આત્મા ભગવા
નનો અંશ છે એ જ્ઞાન પ્રાપ્ત થઇ જાય ત્યારબાદ કોઇ મૂંઝવણ રહેતી નથી. શરીરના જુદા જુદા અવયવો પોતાનુ કામ સ્વતંત્ર રીતે કરે
છે, બધાનો દેખાવ જુદો છે પરંતુ બધા એક જ શરીરના અંગો છે. વીજળીના તારમાંથી વહેતી વીજળી પ્રકાશ આપે છે, પંખો ચલાવે
છે, રેફ્રીજરેટર ચલાવે છે વગેરે વગેરે. દરેક સાધનોનો બાહ્ય દેખાવ અલગ છે પણ બધા એક જ વીજળીના પ્રવાહથી ચાલે છે.
એ જ રીતે એક જ આત્મા જુદા જુદા સ્વરૂપે સૃષ્ટિમા દેખાય છે. માણસો એના ભિન્ન રૂપો જોઇ ભ્રમમાં પડે છે. દ્વૈતભાવ છોડી બ
ધામા એક જ આત્માના ( ભગવાનના ) દર્શન કરીએ તો પરમ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ.
બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સૃષ્ટિના દરેક જીવમાં પ્રભુનો અંશ જોવાની વૃત્તિ કેળવવી જરુરી છે.દરેક પરિસ્થિતિનો સામનો સમાન
ભાવથી કરવો જોઇએ. આ માટે કઠિન સાધનાની જરૂરત છે.